મોરબી, આજ રોજ રાષ્ટ્રવાદી વિચારોને વરેલું રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક શિક્ષક હિતમેં સમાજ ધ્યેય સૂત્રને સાર્થક કરવા સતત, અવિરત કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટિયા મોરબી તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા વગેરે દ્વારા જેમને મામલતદાર તરીકે પ્રાંત અધિકારી વાંકાનેરમાં ઘણા વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. એવા એન.કે.મુછારની મોરબીના અધિક કલેકટર તરીકે નિમણુંક થયેલ હોવાથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ શુભાષચંદ્ર બોઝનો ફોટો અર્પણ કરી અભિવાદન કરાયું હતું. અને પરસ્પર સાથે રહી રાષ્ટ્રહિત અને સમાજ હિત અને બાળક હિતમાં કામ કરવાની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.