મોરબી: હિમોફિલિયા ફેમિલી મોરબી ગ્રુપના સંચાલક બાબુભાઈ પરમારના પુત્ર દિપ પરમારનો આજે જન્મદિવસ છે. દિપ પરમાર હિમોફીલીયાનો દર્દી છે. અને તેની મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે સામાન્ય રીતે, જ્યારે લોકો ગંભીર રોગનો ભોગ બને ત્યારે તેને હતાશા ઘેરી વળે છે. અને પરિવારજનો પણ તણાવગ્રસ્ત બની જાય છે. તેમજ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને બીમારીના લીધે નાણાકીય બોજનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે દિપ પરમાર હિમોફીલિયા રોગની બિમારીથી હતાશ થયા વિના જન્મદિવસની ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે આજે દિપ પરમારના પરિવારના સભ્યો- સગા-સ્નેહીજનો તથા મિત્રો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ તકે તેમના પિતા બાબુભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, હીમોફીલિયાની સારવાર માટેના અતિ ખર્ચાળ એવા ફેકટર ઇજેક્શન, જે વિદેશથી મંગાવવામાં આવે છે. તેને ફ્રી કરવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૪થી ગુજરાતમાં અને ૨૦૧૮થી મોરબી સિવિલ હોસ્પિટલમાં આ ઇજેક્શન તથા સારવાર વિનામુલ્ય આપવામાં આવે છે. અને અંતમાં બાબુભાઈ પરમારે હિમોફીલિયાના દર્દીએ મો.9904031255 પર સંર્પક કરવા જણાવ્યું હતું.