મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ( ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે કાર્યરત છે.
મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથિ છે. 39 વર્ષની ઉંમરમાં 4 જુલાઇ 1902ના રોજ તેમનું નિધન થઇ ગયું હતું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1763 ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું
સ્વામી વિવેકાનંદ નો સંદેશ દુનિયાભર માં લોકોને પ્રેરણા આપે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ ની પૂણ્યતિથિએ કેટેગરી મુજબ આપેલ વિષય પર એકથી ત્રણ મીનીટ સમય મર્યાદામાં આપનાં વિચારોને વાચા (વક્તવ્ય ) આપતો વીડીયો બનાવી મો.9099086386 / 97279 86386 માં સ્પર્ધાની છેલ્લી તારીખ 4/7/2021 રાત્રે 9 સુધીમાં મોકલી આપવાનો રહેશે.
કેટેગરી-1 (ધો-1,2,3,4)
કે-1 વિષય:-પરોપકાર ધર્મ નું બીજું નામ છે.(સમય :-1 -થી 1.5 મીનીટ)
કેટેગરી- 2 (ધો-5,6,7,8)
કે-2 વિષય:-જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે.(સમય:- 1.5 થી 2 મીનીટ)
કેટેગરી-3 (ધો-9 ,10,11,12)
કે-3 વિષય:- જ્ઞાન નો પ્રકાશ બધાંજ અંધકારો ને દૂર કરે છે.(સમય:–2 થી 2.5 મીનીટ)
કેટેગરી-4 ( કોલેજ નાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ)
કે-4 વિષય:- સારાં શિક્ષણ નો ધ્યેય છે :- માનવ નો વિકાસ ( સમય:- 2 થી 3 મીનીટ)