સિરામિક ઉદ્યોગ ના ઉજળા ચંદ્ર પર છેલ્લા ઘણા સમય થી ગ્રહણ લાગ્યું હોય ત્યારે ઘણા સમયથી ઉદ્યોગ પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલી સહેલ એન્ટીડમ્પીંગ ડ્યુટીના મુદ્દે સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે દિલ્હી ઉધોગભવન ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના ના મંત્રી પિયુષ ગોહેલને રજૂઆત કરી હતી.
દિલ્હી ઉધોગભવન ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના ના મંત્રી પિયુષ ગોહેલને મીડટર્મ રિવ્યૂ અને ન્યું શિપર કંપનીઓ માટે સાઉદી અરેબિયા દ્વારા ઝડપથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ સિરામિક એસોસિયેશનને EPC ( એકપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) ફાળવવામાં આવે જેના થી ઉદ્યોગકારોને એકાપોર્ટની થોડી સહેલી અને વેગવંતી બને.
આવી રજૂઆત સાથે મોરબી સિરામિક ઉદ્યોગના આગ્રનીઓ દિલ્હી ખાતે હાજર રહ્યા હતા જેમાં સિરામિક એસો.ના સેનેટરી ડિવિઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ કમિટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ હાજર રહ્યા હતા.