મોરબી લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડિકલ સ્ટાફ તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા જેલના કર્મચારીઓ દ્વારા વિશ્વસ્તરે ફેલાયેલ કોરોના મહામારીમાં સાવચેતીના ભાગરૂપે આજ રોજ શનિવારના રોજ જેલના કેદીઓને કોવિડ વેક્સીન આપવામાં આવેલ હતી. જેમાં કાચા કામના 46 કેદીઓને વેક્સીનનો પ્રથમ ડોઝ તેમજ પાકા કામના 02 અને કાચા કામના 69 કેદીઓને વેક્સીનનો બીજો ડોઝ એમ કુલ 117 કેદીઓને કોવીડ વેક્શિન આપવામાં આવેલ છે.