Monday, May 5, 2025

મોરબી શહેરની ઓબીસી ક્રોંગ્રેસ ડિપાર્ટમેન્ટમાં નવનિયુક્ત હોદેદારોની નિમણુંક કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને મોરબી જિલ્લા ઓબીસી ક્રોંગ્રેસ દ્વારા ક્રોંગ્રેસને જીતાડવા કમર કસી છે. અને મોરબી જિલ્લાના હોદ્દેદારો બાદ હવે મોરબી શહેર હોદ્દેદારો અને વોર્ડ વાઇઝ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મંત્રીઓની આજ રોજ નિમણૂંક કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ ઓબીસી ક્રોંગ્રેસ ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી મોરબી જિલ્લા ઓબીસી ક્રોંગ્રેસ ડિપાર્ટમેન્ટ પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરની ઓબીસી ક્રોંગ્રેસમાં નવનિયુક્ત હોદ્દેદારોની પ્રમુખ લખુભા ગઢવી દ્વારા નિમણુંક આપવામાં આવી હતી. આ તકે ગુજરાત પ્રદેશ ઓબીસી ક્રોંગ્રેસ મહામંત્રી પ્રવીણભાઈ મૈયડ તથા મોરબી જિલ્લા મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં મોરબી શહેર ઓબીસી ક્રોંગ્રેસમાં ઉપપ્રમુખ વિજયભાઈ સોઢીયા, ઉપપ્રમુખ ગણેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ વિશાલ વારનેશીયા, મંત્રી કાદરભાઈ, સહમંત્રી રમેશભાઈ પાટડીયા, વોર્ડ નં.1 પ્રમુખ ભાવેશભાઈ સંઘી, વોર્ડ નં.13 પ્રમુખ ધનરાજ અદગામા, વોર્ડ નં.9 પ્રમુખ કમલેશભાઈ ગઢવી, સહમંત્રી અજયભાઈ ગરચર, વોર્ડ નં.10 જે.કે.વાળા, કારોબારી સભ્ય હિમાંશુભાઈ, હેમંતભાઈ સહિતના ની વરણી કરવામાં આવી હતી.

આ તકે મોરબી જિલ્લા ઓબીસી ક્રોંગ્રેસ ડિપાર્ટમેન્ટ પ્રમુખ રાજુભાઈ આહિર દ્વારા જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં ઓબીસી ક્રોંગ્રેસ વધુમાં વધુ મજબુત બને તથા મોરબી શહેર ઓબીસી ક્રોંગ્રેસમા નવનિયુક્ત હોદ્દેદારોની નિમણુંક કરવા આજે મિટીંગનું આયોજન કરાયું હતું. તથા ભુતકાળમાં ક્રોંગ્રેસ કરેલ કામો અને હકો વિશેની સમજ આપી હતી. અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી. અને મોરબી જિલ્લામાં 80% ઓબીસીને એક તાંતણે બાંધી સંગઠનને વધુ મજબુત બનાવીશું તેમ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW