મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રભારી ઘનશ્યામભાઈ ગોહેલ, રજનીભાઈ સંઘાણી તેમજ જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ વિચાર-વિમર્શ પરામર્શ કરી મોરબી શહેર કિશાન મોરચામાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.
જેમાં મોરબી શહેર કિશાન મોરચા પ્રમુખ તરીકે નટવરલાલ એલ.કંઝારીયા, મહામંત્રી ચંપકસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ પરમાર, રતિલાલ નકુમ, મંત્રી તરીકે રાજેશભાઈ કંઝારીયા, રમેશભાઈ પરમાર, ચેતનભાઇ ઘાટલીયા દિપેશભાઈ સોનગ્રા, તથા કોષાધ્યક્ષ તરીકે યોગેશભાઈ સોનગ્રાની નિમણૂંક કરાવામાં આવી હતી. નવ નિયુક્ત હોદેદારોને ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
