મોરબી: વી.સી ટેકનિકલ સ્કૂલની 1989 બેંચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
મોરબી: 33 વર્ષો પહેલાના શાળાના સોનેરી દિવસોમાં બનેલા રુપેરી મીત્રોનું પુનઃમીલન યોજાયુ.
શાળામાં બનેલા મીત્રો સાથે ઘણીબધી ખાટી મીઠી યાદો જોડાયેલી હોય છે. આ યાદોને તાજી કરવા માટે વી.સી ટેકનીકલ સ્કુલની 1989ની બેચના વિધ્યાર્થીઓ નુ સહકુટુંબ ગેટ-ટુ-ગેધર નું 25 ડીસે આયોજન થયુ. આ તકે ગામ-પરગામ થી 70 મીત્રો સહકુંટુંબ આવીને મીત્રતાની મહેફીલ માણી હતી. આવી ઠંડીમાં કાઠીયાડી વાળુના ભાણા પીરસાયા. તાપણાં અને આપણા વચ્ચે બધા મીત્રો અને તેઓના કુટુંબીઓએ રાસગરબાની રમઝઝટ પણ માણી. સમગ્ર આયોજન ચેતન સવેરા, ઋષી દફતરી, મહાદેવ ડાભી,અમીત પટેલ એ એ-ટોપ ફાર્મ પર કરેલુ.