
મોરબી: અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા લીલાપર રોડ પર આવેલ બોરીચાવાસ હનુમાનદેરી મંદિર ખાતે ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ ૨૫૧ કાર્યકર્તાને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને દીપાવવા રામ મહેલ મંદિરના મહંતએ પણ હાજરી આપી બાળકોઓએ તેમના કરકમલો દ્વારા ત્રિશુલ દીક્ષા અર્પણ કરવામાં આવી હતી. અને તેમને ત્રિશુલ દીક્ષા લીધેલા કાર્યકર્તાઓને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમની પણ ઉપસ્થિતિ રહી હતી.


