મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર ” દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે કાર્યરત છે . તા.27/6/2021 વિશ્વ ડાયાબિટીસ દિવસના અનુસંધાને ડાયાબિટીસ તે બિનચેપી પરંતુ અનિયમિત જીવનશૈલીને કારણે થતો રોગ છે. ડાયાબીટીસ ટાઇપ વન અને ટૂ હૃદય અને કિડની સંબંધી રોગોને નોતરે છે. આ સંજોગોમાં આજના દિવસે ડાયાબીટીસ અને તેના ઉપચાર વિશે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ડાયાબિટીસ એવી બીમારી જેને અત્યાર સુધી ‘સાયલન્ટ કિલર’ માનવામાં આવતી હતી. પરંતુ ડાયાબીટીસ હવે ‘મેન કિલર’ સાબિત થઈ રહી છે. ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. બે વૈજ્ઞાનિકોએ વર્ષ 1922માં ઇન્સ્યુલિનની શોધ કરી હતી, જેમાંના એક વૈજ્ઞાનિક ફ્રેડરિક બેનટીંગ હતા. તેમની યાદમાં સાથે જ આ મેન કિલર બીમારીથી વિશ્વ સજાગ બને તે માટે ‘વર્લ્ડ ડાયાબીટીસ ડે’ (diabetic day) તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી.
ડાયાબિટીસ અંગેના કેટેગરી મુજબ આપેલ પ્રશ્નોના જવાબ વિડીઓફિલ્મ બનાવી આપનાં જવાબનો વિડીયો નીચે દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નં.98249 12230 / 87801 27202 / 97279 86386 આ સ્પર્ધાની છેલ્લી તારીખ:-27/6/2021 રાત્રે 9 સુધીમાં મોકલી આપવાનો રહેશે.
કેટેગરી-1 ( ધો-1,2,3,4)
કે-1 પ્રશ્ન :- ડાયાબિટીસ ( મધુપ્રમેહ) એટલે શું ? તેનાં પ્રકારો જણાવો.
કેટેગરી-2 (ધો-5,6,7,8)
કે-2 પ્રશ્ન :- ડાયાબિટીસ મોટો પડકાર હોવાં છતાં જીતવાં માટે શું શું કરવું જોઈએ ?
કેટેગરી-3 (ધો-9,10,11,12)
કે-3 પ્રશ્ન :- ડાયાબિટીસ નાં દર્દીએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે શું શું કાળજી રાખવી જોઈએ?
કેટેગરી-4 (કોલેજ નાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો તથા વાલીઓ,)
કે-4 પ્રશ્ન:- ડાયાબિટીસ “સાયલન્ટ કીલર”છે





