મોરબી: મોરબી – વાંકાનેર હાઈવે પર સનબીમ સીરામીક કારખાના સામે ડમ્પરે બાઇકને હડફેટે લેતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જોધપર (નદી) ગામે રહેતા શશીકાંતભાઈ નરભેરામભાઈ ગોહેલએ આરોપી ડમ્પર નં- GJ-36-V-5952નાં ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩ ઓગસ્ટના રોજ સાંજના સાડા છએક વાગ્યાનાં અરસામાં ફરિયાદીનો દિકરો કમલેશ મોરબી વાંકાનેર હાઈવે પર સનબીમ સીરામીક કારખાના સામે રોડ ઉપર બાઈક નં- GJ-36-Q-6484 પર પસાર થઇ રહ્યો હોય દરમ્યાન ડમ્પરચાલકે પોતાનું ડમ્પર બેફિકરાઈથી ગફલતભરી રીતે ડિવાઈડર બ્રેકમાંથી વળાંક લઈ કમલેશભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મુકી નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતની ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.