મોરબી વાંકાનેર હાઇવે પર બાઈક ચાલકે મહિલાને હડફેટે લેતા અકસ્માત.
મોરબી – વાંકાનેર હાઇવે ઉપર મોરબીની મધુવન સોસાયટીના નાકા પાસે પુરપાટ ઝડપે આવેલા બાઇક ચાલકે મહિલાને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું અને બાઈક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વાંકાનેર મોરબી હાઇવે ઉપર મધુવન સોસાયટીના નાકા નજીક વેવિશાળ માટે દીકરી જોવા ગયેલા કમળાબા હસ્તસિંહ ઝાલા રહે. આનંદનગર, મોરબી – 2 નામના મહિલા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક નવા નકોર નંબર વગરના મોટર સાયકલના ચાલકે કમળાબાને હડફેટે લેતા કમળાબાને માથામાં તેમજ પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઇજાઓ પહોચી હતી. ઘટના અંગે મૃતક કમળાબાના પતિ હસ્તસિંહ ભરતસિંહ ઝાલાએ બાઈક ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





