મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા 3000 થી વધુ જૂના કપડાઓ એકત્ર કરીને મોરબીના અલગ અલગ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
આ સેવાના પ્રોજેક્ટ ચેરમેન પારસભાઈ મહેતા હતા. આ પ્રોજેક્ટમાં અમિતભાઈ પટેલ, હુસૈફાભાઈ લાકડાવાલા, બંશીબેન શેઠ, રશીદાબેન લાકડાવાલા, હરીશભાઈ શેઠ, મનુભાઈ પટેલ, રવિનભાઈ આશર, અશોકભાઈ મહેતા, રાજવીરસિંહ સરવૈયા, કિશોરસિંહ જાડેજા, સિદ્ધાર્થભાઈ જોશી તથા અન્ય ઇન્ટરેક્ટ ક્લબના મેમ્બર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આમ, પોતાના જૂના કપડાનું દાન કરીને કોઈ જરૂરીયાતમંદ લોકોના તહેવારને આનંદમય બનાવવા બદલ રોટરી ક્લબ ઓફ મોરબીએ બધા મોરબીવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
