મોરબી રઘુવંશી સમાજ દ્વારા સમાજના સ્વજનના મૃત્યુ વખતે પ્રસાદની વ્યવસ્થા કરી આપવાની પહેલ.
મોરબી : મોરબીના રંઘુવંશી સમાજમાં સ્વજનના મૃત્યુ વખતે પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. સમાજના સેવાભાવી કાર્યકરોએ જણાવેલ કે, આપણાં રઘુવંશી સમાજમાં ક્યારેય પણ કોઈ પણના ઘરે પોતાના સ્વજનોના મૃત્યુ સમયે દુખદ ઘડીમાં થોડી ચિંતા મનમાં આવતી હોય છે કે આપણાં ઘરે આવેલા સ્નેહી, સ્વજનો માટે પ્રસાદની વ્યવસ્થા કેમ કરવી. તો આપણાં સમાજ માટે આપણાં સમાજ તરફથી આ એક નાનકડો પ્રયાસ છે આપના દુખના સમયમાં સહભાગી થવાનો.
“રામ નામમે લીન હૈ, સબમે દેખત રામ તાકે પદ વંદન કરું, જય જય જલારામ” અમો આ દુખદ ઘડીએ દુઃખ તો ઓછું નથી કરી શકતા, પરંતુ સહભાગી થવાનો એક નાનકડા પ્રયાસ થકી પ્રયત્ન કરી રહ્યા છીએ. રોટલી-શાક, દાળ-ભાત, છાશ રોટલા-શાક, ખિચડી-કઢી, છાશ વગેરે આપની જરૂરિયાત મુજબ આપના ઘર સુધી “જલારામ બાપા”નો પ્રસાદ પહોચાડીશું. નીચે આપેલ નંબર પર ફોન કરીને સમય, સંખ્યા અને સ્થળની જાણ કરવા આપણે નમ્ર વિનંતી છે.
9727499997, 9727499998





