મોરબીના નવલખી રોડ આવેલ યમુનાનગર ખાતે મનસુખભાઇ ખોડાભાઇ કામરીયા (રહે. મોરબી) વાળાની બાંધકામની સાઇટ ખાતે કોઇ અજાણ્યા ચોર ઇસમે સિમેન્ટની થેલી નંગ.40 (કિ.રૂ.12,000ની મતાની અજાણ્યા ઇસમ ચોરી કરી લય હોવાની મોરબી સીટી બી ડીવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેથી મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ આવા ચોરીનાં ગુનાઓ ડીટેક્ટ કરવા સારૂ સઘન સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ વી.એલ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ સર્વેસ્કોર્ડનાં પો.સ.ઇ. આર બી ટાપરીયા તથા ટીમે તપાસમાં હતા. તે દરમ્યાન ડી.એચ. બાવળીયા તથા બી.આર, ખટાણાને હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ બાતમી આધારે સિમેન્ટ થેલી ચોરી કરનાર કાનજીભાઇ ઉર્ફે કાનો ગોવીંદભાઇ ચાવડા (રહે. યમુનાનગર-બી શેરી નંબર-૫ નવલખી રોડ મોરબી) તથા પંકજભાઇ ધીરૂભાઇ ચાવડા (રહે.યમુનાનગર શેરી નંબર-૧ નવલખી રોડ મોરબી) સવાભાઇ ઉર્ફે બાબભાઇ પરબતભાઇ ડાંગર (રહે. યમુનાનગર શેરી નંબર-૫ નવલખી રોડ મોરબી)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. આર.બી. ટાપરીયા તથા પો.કો. રમેશભાઇ મિયાત્રા તથા આપો.કો. દેવસીભાઇ મોરી તથા અ.પો.કો. ઋતુરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા અ.પો.કો. શક્તિસિંહ હ જાડેજા તથા અ.પો.કો. રમેશભાઇ મુંધવા વિગેરેએ કરી છે.