Sunday, June 28, 2026

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખો આવવાનો નિદાન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખો આવવાનો નિદાન કેમ્પ યોજાયો

નિદાન કેમ્પમાં આશરે ૨૪૮ જેટલા લોકોએ લાભ લીધો

મોરબી : હાલમાં આખો આવવી એટલે કંજક્ટિવાઇટિસના રોગોનું પ્રમાણ વધ્યું છે. આમ તો આ રોગ સામાન્ય છે. પણ આંખે થયા પછી આંખને નુકસાન ન થાય તે માટે તેનું નિદાન અને સારવાર જરૂરી છે. આથી મોરબીમાં હર હમેશ સેવાકીય અને સામાજિક તેમજ આરોગ્ય લક્ષી કામગીરી માટે તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આખો આવવીના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખો આવી હોય તેવા લોકોનું નિષ્ણાત ડોક્ટર દ્વારા યોગ્ય નિદાન કરીને જરૂરી દવા સાથે સારવાર કરવામાં આવી હતી.

વર્તમાન સમયમા સમગ્ર રાજ્યમાં કંજક્ટિવાઇટિસ એટલે આંખો આવવાના કેસોમાં ખુબ જ વધારો થયો છે, ત્યારે મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીના નાના અને મજૂરિયાત વર્ગના વિસ્તારોમા લોકોને આ વાઇરલ ઇન્ફેક્શનની સારવાર વિનામૂલ્યે મળી રહે તે હેતુથી આંખોના નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો હતો. જેમાં આંખના જાણીતા સર્જન ડો. મેહુલ પનારાએ દર્દીઓનું નિદાન કરી યોગ્ય સારવાર કરી હતી. આ કેમ્પમાં લગભગ ૨૪૮ જેટલા લોકોએ લાભ લીધો હતો. આ તકે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો. દેવેનભાઇ રબારી બાબતે જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રૂપ કોઈપણ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવા માટે હર હમેશ તત્પર છે અને સમયાંતરે સર્વધર્મ સમભાવ મુજબ દરેક જ્ઞાતિના જરૂરિયાતમંદોને તેમનાથી બનતી તમામ મદદ કરવમાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવામાં ભાનુબેન નગવાડિયા, દિલીપભાઈ દલસાણીયા સહિત યંગ ઇન્ડિયા ગ્રુપની સમગ્ર ટીમેં ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,609,633

TRENDING NOW