મોરબી: ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. અને મંત્રીમંડળમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મોરબી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
જેમાં મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ સામે આવેલા ભાજપ કાર્યાલય ખાતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા, રવિભાઈ સનાવડા, રાકેશભાઈ કાવર સહિતના આગેવાનો અને કાર્યકરોએ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મંત્રીમંડળમાં પસંદગીને હર્ષભેર વધાવી ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.
