મોરબી માળિયા હાઇવે પર સર્પાકારે ટ્રક ચલાવતા ચાલકને કાયદાનું ભાન કરાવતી મોરબી પોલીસ.
મોરબી માળિયા હાઇવે પર ગેસ ભરેલા ટ્રક ને સપાખરે ચલાવી પોતાની અને બીજા લોકોની જિંદગી જોખમાય તેવી રીતે ટ્રક ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે પોલીસે વીડિયોના આધારે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.
૦ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર ગેસ ભરેલ ટ્રકને સર્પાકારે ચલાવી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાંઈ તેવા રફ ડ્રાઇવિંગ અંગેનો વીડિયો વાયરલ થતા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક નંબરના આધારે મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠળ ગામના વતની અને હાલમાં રાજકોટ ભગવતીપરામા રહેતા ટ્રક ચાલક અનિલ બીજલભાઈ બરબસિયા નામના આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.