મોરબી માં યુવતીને “બા એમ ના બનાય” કહી ધમકી આપતો હોવાનો વીડિયો વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ.
મોરબીમાં રાણીબા ઉપનામ ધરાવતી યુવતીને “બા એમ ના બનાય” કહેતો અને યુવતી ડોકટરને હનિટ્રેપમાં ફસાવ્યો હોવાના આક્ષેપો લગાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં એક યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે ધમકીભર્યો વીડિયો વાયરલ કરતા યુવતી એ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ મોરબી શહેરના એસપી રોડ નજીક આવેલ રામકો બંગ્લોસ પાસે રહેતી અને રવાપર રોડ પર આવેલ સેલના પેટ્રોલપંપ સામે “રાણીબા ઈન્ડસ્ટ્રીઝ” નામે ટાઇલ્સનો વેપાર કરતી વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઇ સિતાપરા ઉ.વ.૨૬ નામની યુવતી એ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી ના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવ સોસાયટીમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા કૌશિકસિંહ ઉર્ફે બબુભા મીઠુભા જાડેજાએ યુવતી વિભૂતિને ” રાણીબા એમ ના બનાય” તેવી ધમકીભર્યો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને યુવતી ડોકટરને હનીટ્રેપમાં ફસાવે છે તેવા આક્ષેપો પણ લગાવ્યા હતા ત્યારે આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કાર્ય ની સાથે સાથે આ વીડિયોમાં યુવતીના ગાડીના નંબર પણ બતાવવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે યુવતીએ વીડિયો વાઇરલ કરનાર યુવક વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.





