મોરબીમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે લોકોને બીન જરૂરી ઘર બહાર ન નીકળવું તથા માસ્ક પહેરવા અપિલ કરવામાં આવી રહી છે. ત્યારે વધતાં જતાં કોરોના કેશને ધ્યાને હોવા છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેમાં ભાજપ કાર્યાલય ખાતે શરૂ કરવામાં આવેલ કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગંભીરતાની વાત તો એ છે કે, અહીં ગત તા.10 ના રોજ 1058 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 174 લોકો પોઝિટીવ આવ્યા હતા. ત્યારે આવી ભીડભાડમાં લાઇનોની કતાર લગાવીને ઉભેલ વ્યકિત ચેક કરાવ્યા બાદ પોઝીટીવ આવે તો અન્ય લોકોને પણ સંક્રમિત કરશે તેમાં નવાઇ ની વાત નથી.
મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુલર્ભજી દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશભાઇ કાવર, હસુભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતા સહિતના આગેવાનો દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડ સામે ભાજપ કાર્યાલય ખાતે નિ:શુલ્ક કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર તા.9 થી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તા.9 ના રોજ વહેલી સવારમાં લોકોની લાંબી કતારો લાગી હતી. અને સાંજ સુધીમાં 1000 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 238 લોકો પોઝિટીવ આવ્યા હતા. જ્યારે બીજે દિવસે તા.10 ના રોજ 1058 માંથી 174 પોઝીટીવ આવ્યા હતા. જ્યારે બે દિવસથી ભાજપ કાર્યાલય ખાતે શરૂ કરવામાં આવેલ કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરમાં લાંબી કતારોમાં અનેક લોકો પોઝીટીવ આવ્યા હોવા છતાં ટોળે ટોળા ઉમટી ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણને વધુ ફેલાવતી ભિતી શેવાઇ રહી છે. લાઇનમાં ઉભેલ વ્યકિત ટેસ્ટ કરાવ્યાં બાદ પોઝીટીવ આવે છે. જ્યારે અન્યને પણ સંક્રમિત કરી કોરોનાને હવે ચરમસીમાંએ પહોંચાડવા ભાગીદાર બની બેદરકારી દાખવી રહ્યા છે.