Tuesday, March 10, 2026

મોરબી: બાંધકામ સમિતિના ચેરમેન તરીકેના કાર્યનો શુભારંભ કરતા અજયભાઈ લોરીયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તાજેતરમાં જ મોરબી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરી ચેરમેનો ની નિમણૂક કરવામાં આવી. જેમાં મહત્વની એવી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અજય લોરીયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે અજય લોરીયા એ શ્રીફળ વધેરી વિધિવત રીતે ચેરમેન તરીકેનો ચાર્જ સાંભળી લીધો હતો.

અને આ તકે અજય લોરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના છેવાડાના લોકોના કામ કરવા માટે હું કટિબદ્ધ છે. અને જિલ્લાનો સમતોલ વિકાસ થાય એ મારી પ્રાથમિકતા રહેશે. અને આ માટે મેં મારા ખર્ચે કાર્યાલય મંત્રી તરીકે બાંધકામ શાખાના નિવૃત સેક્સન ઓફિસર સુમરાભાઈની નિમણૂંક કરી છે. એટલે સુમરાભાઈ ઓફીસ સમય દરમ્યાન બાંધકામ સમિતિની ઓફીસમાં હાજર જ રહેશે. અને જે લોકોને બાંધકામને લાગતું કામ હોય એ સુમરાભાઈ -98252 61414 નો સંપર્ક કરે અને આમ છતાં કોઈ કામ ન થતુ હોય તો મારો સંપર્ક 99134 33333 કરવો હું 24 કલાક લોકોની સેવા કરવા કટીબદ્ધ છું.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW