Wednesday, March 11, 2026

મોરબી: ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

Advertisement
Advertisement
Advertisement

૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકની કચેરીને અરજી કરવાની રહેશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) વિના મુલ્યે છત્રી/શેડ કવરનો લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે  khedut portal  તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવા જેવાકે રેશન કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનું ઓળખપત્ર/ દાખલો અરજી સાથે જોડવાનો રહેશે.

લાભાર્થીઓએ અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં.૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,279

TRENDING NOW