મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની અને રબારી સમાજના યુવા અગ્રણી સાથે સામાજિક-ધાર્મિક કાર્યમાં હમેંશા અગ્રેસર રહેતા રાયમલભાઇ રબારીનો આજે જન્મદિવસ છે.
તા.06/10/1983ના રોજ ટંકારાના નસીતપર ગામે જન્મેલા રાયમલભાઇ રગીયાએ આજે 38 વર્ષ પુર્ણ કરીને 39 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાયમલભાઇ અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાઇ સેવાકિય કાર્યો કરી રહ્યા છે. સાથે મોરબીના બરવાળા ગામે આવેલ ક્રિષ્ના કોલ તથા લજાઇ ચોકડી નજીક આવેલ પોઝોન પ્રોટેકશન (સિક્યોરીટી ગાર્ડ સર્વિસ)ના માલિક તરીકે કાર્યરત છે. કોમળ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા રાયમલભાઇ રબારીના આજે જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી પણ રાયમલભાઇ રબારીને જન્મદિવસ હાર્દિક શુભેચ્છા..