Wednesday, May 7, 2025

મોરબી: પ્રાથમિક શાળાઓમાં સિવિલ વર્ક માટે ગ્રાન્ટ ફાળવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત

Advertisement
Advertisement
Advertisement

સાંસદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરતા ઘટતું કરવાની ખાત્રી આપી

મોરબી જિલ્લામાં 595 જેટલી સરકારી શાળાઓમાં નવા રૂમના બાંધકામ માટે, જર્જરીત થયેલી શાળાઓની ભારે મરામત માટે, કમ્પાઉન્ડ વોલ સ્વચ્છતા સંકુલનું બાંધકામ વગેરે સિવિલ વર્ક માટેની ઘણી બધી માંગણીઓ, અરજીઓ પેંડીગ પડેલ છે પણ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત છેલ્લા બે ત્રણ વર્ષથી સિવિલ વર્ક માટેની ગ્રાન્ટ મોરબી જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં તદ્દન નહીવત આવે છે જેમકે વર્ષ :- ૨૦૧૯ – ૨૦ માં ૦ (ઝીરો) રૂમ વર્ષ ૨૦૨૦ -૨૧ માં ફક્ત ૧ (એક) રૂમ તથા વર્ષ:-૨૦૨૧- ૨૨ માટે એક શાળાના ૪ (ચાર) જ રૂમ મંજુર થયેલ છે.

એવી ઘણી શાળાઓ છે કે જેના રૂમ ડેમેજ હોવાથી દૂર કરી નાખેલ છે પણ ગ્રાન્ટના અભાવે નવા રૂમોનું બાંધકામ થઈ શકતું નથી પરિણામે બાળકોને અભ્યાસ માટે બહાર બેસવું પડે છે, કમ્પાઉન્ડ વોલ માટે છેલ્લા ચાર વર્ષથી ગ્રાન્ટ તદ્દન મંજૂર થયેલ નથી, આમ ગ્રાન્ટ ખુબજ ઓછી આવતી હોય આ બધા જરૂરીયાત મુજબના બાંધકામ માટે એસ.એમ.સી.ને અનુદાન ફાળવી શકાતું નથી, ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં એક શાળાના માત્ર ચાર જ નવા રૂમ બાંધકામ માટેની ગ્રાન્ટ મંજુર થયેલ છે,જે માંગણી સામે બિલકુલ નહિવત છે મોરબી જિલ્લાની શાળાઓમાં સિવલ વર્ક માટે જરૂરી અનુદાન આપવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી દ્વારા મોહનભાઈ કુંડારીયા સાંસદને રજુઆત કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાને ભલામણ કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,798

TRENDING NOW