મોરબી ની હોટલ રિજેન્ટા માં મળેલી વિદેશી દારૂના પરવાના ની મંજૂરી કેટલી યોગ્ય કે પછી…?
મોરબી હાલ દેશી દારૂમાં મોત ની પોટલી ના કારોબાર માં નંબર એક પર છે એમ ઇંગ્લિશ દારુ માં પણ મેડલ મેળવશે , હમણાં જ ટંકારા ખાતે સ્ટેટ મોનીટરીંગ દ્વારા ટંકારા ખાતે રેડ પાડવામાં આવી ત્યાં ૪૦ લાખનો વિદેશી દારૂ પકડાયો
મોરબી માં હવે અમુક નેતાઓએ દારૂના ધંધા માટે નવો કીમિયો અજમાવ્યો છે જે હોટલ માં વિદેશી દારૂના પરવાના મેળવી એની આડ માં મોરબીમાં મહિને કરોડો રૂપિયા નો ઇંગ્લિશ દારુ યુવાનો ને પીરસાઈ છે
જેમાં વૈભવ હોટલ , સૈયાજી હોટલ અને રિજેન્ટા હોટલ દ્વારા વિદેશી દારૂ ના વેચાણ માટે સરકાર ના નસાબંધી અને આબકારી શાખા માંથી પરમિશન મેળવેલ છે , જે હાલ પરમિશન ની આડ માં શહેરમાં યુવાનો ને દારૂ પૂરો પાડે છે
પરંતુ એક હોટેલ ને જે પરમિશન અપાઈ છે તેમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ અને નીતિ નિયમને નેવે મૂકી ગાંધીના ગુજરાતમાં દારૂ ને કાયમી કરવા ભ્રષ્ટ અધિકારએ પરમિશન આપી દીધી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે
દારૂની પરમિશન માટે મોરબી માંથી અંદાજે ૮ જેટલી હોટેલ દ્વારા માંગણી કરાઈ હતી પરંતુ ફકત રિજેન્ટા હોટલ ને મંજૂરી આપી દેવામાં આવી જેમાં નીતિ નિયમો ને નેવે મૂકી દીધા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે અને આ બાબતે રાજકોટના નસાબંધી અને આબકારી અધિકારી પોતાનું મોઢું છુપાવી રહ્યા છે જેનો સીધો મતલબ કે દાળ માં કઈક કાળુ છે કે પછી આખી દાળ કાળી છે
હાલ દારૂના દૂષણ સામે મુહિમ ચલાવતી સામાજિક સંસ્થા દ્વારા આવા ભ્રષ્ટ અધિકારી અને ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવા ના એજન્ડા સામે લડી લેવાના મૂળ માં હોઈ તેવી માહિતી મળી રહી છે જેની માહિતી થોડા સમયમાં સાર્વજનિક કરવામાં આવશે





