Friday, March 20, 2026

મોરબી નાનીબજાર મુલાશેરીમાં રહેતો યુવાન લાપતા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીમાં નાની બજાર, મુલાશેરી રહેતા મુરતુઝા હુશેનભાઇ લોખંડવાલા (ઉ.વ. ૨૩) ગત તા. ૧૭ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે નગર દરવાજા નજીક તેની ચશ્માની દુકાને બેસેલ હોય અને તે બાજુની દુકાનવાળાને રાજકોટ ખાતે ચશ્માના કામે જવાનુ કહી બાજુની દુકાનવાળાને તેની દુકાનની ચાવી આપી ઘરે કાંઇ કહ્યા વગર જતો રહ્યો છે. બનાવ અંગે ગઈકાલે યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મુરતુઝાભાઈએ બ્લુ કલરનો શર્ટ તથા ગ્રે કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે. તેને માથામા કપાળે જુનુ વાગેલાનુ નિશાન છે. તેની ઉચાઇ આશરે સાડા પાંચેક ફુટ જેટલી છે. વાને ઘઉવર્ણો છે. તેનુ મોઢુ લંબગોળ છે. તે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા જાણે છે. જો આવી વ્યક્તિ દેખાઈ તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી.

Related Articles

Total Website visit

1,598,114

TRENDING NOW