મોરબી થી શારદાનગર રૂટની બસ કાયમી કરવા રજુઆત
મોરબી તાલુકાના ગોરખીજડીયા વનાળીયા ગામમાં મોરબી થી શારદાનગર રૂટની બસ કાયમી અને સમયસર કરવા અંગે ગોરખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ એસટી ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે, ગોર ખીજડીયા તથા વનાળીયા ગામમાં શારદાનગર રૂટની બસ કાયમી સમયસર આવે તેવી અમારી માંગણી છે. હાલમાં ઘણા સમયથી બસ આવતી નથી. તેના કારણે ગોરખીજડીયા તથા વનાળીયા ગામના લગભગ ૬૦-૭૦ વિદ્યાથીઓને હાલાકી ભોગવવી પડે છે જેથી આ રજુઆતને ધ્યાને લઇને આ રૂટની બસ કાયમી કરવા માંગ છે.