મોરબી: મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા એક પુરુષ સહિત એક મહીલાનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે જુગો રાજુભાઈ હમીરપરા (ઉ.વ.૨૧.)તથા હકુબેન માવજીભાઈ સામંતભાઈ કાતરોડીયા (ઉ.વ.૪૨.રહે બંને ત્રાજપર ખારી) નેં પોલીસે રેઇડ કરી રોકડ રૂ. ૪૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.