મોરબી: મોરબીના પીપળી ગામ શીવ પાર્ક નજીક મોરબી જેતપર રોડ ઉપર તું કેમ તારો ટ્રક અમારી ઉપર નાંખે છે તેમ કહી રીક્ષા ચાલક અને તેની સાથેનો એક માણસ, બે શખ્સોએ યુવકને માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરા તાલુકામાં રહેતા ટ્રક ચાલક ધરમપાલ જગદીશપ્રસાદ જાટ (ઉ.વ.૩૮)એ આરોપી સી.એન.જી. રીક્ષા નં-GJ-36-U-6990 વાળી રીક્ષાચાલક તથા તેની સાથેનો એક માણસ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે ના રોજ પીપળી ગામ શીવ પાર્ક પાસે મોરબી જેતપર રોડ ઉપર નાલા નજીક ફરીયાદી પોતાની ટ્રક ટ્રેઇલર નંબર-RJ-52-GA-4238 લઇને જતા હોય ત્યારે આરોપીએ પોતાની સી.એન.જી.રીક્ષા નં-GJ-36-U-6990 રીક્ષા ટ્રક આગળ ઉભી રાખી રીક્ષાચાલક તથા તેની સાથેનો એક બીજો માણસ તેની રીક્ષામાથી નિચે ઉતરી ફરીયાદીને કહેલ કે તુ કેમ તારો ટ્રક માથે નાખે છે તેમ કહી રીક્ષાચાલકે લાકડી વડે ફરીયાદીના ટ્રકના ડ્રાઇવર સાઇડના દરવાજાનો કાચ તથા સાઇડ ગ્લાસ તોડી તથા ફરીયાદીને ઝાપટ મારી સામાન્ય ઇજા પહોચાડી બન્ને જણાએ ફરીયાદીને જેમ તેમ ગાળો બોલી રીક્ષા લઇ નાશી છુટયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.