Thursday, May 1, 2025

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતો હોવાની ખાનગી બાતમીના આધારે જઇ રેઇડ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૯ કિં.રૂ.૩૨૯૧૫/- ના મુદ્દામાલ સાથે બે ઈસમો પીરાભાઈ જોધાભાઇ બોહરીયા ઉ.વ.૩૬ રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે-રાપર, પાવર હાઉસ વિસ્તાર,તા.રાપર જી.મોરબી તથા ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી ઉ.વ.૩૩ રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ રહે-ખીરઇ તા.માળીયા (મિ) વાળાને ઝડપી પાડી બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,623

TRENDING NOW