Saturday, March 14, 2026

મોરબી: ડો. રજનીકાંત કોટેચાની સ્મૃતિમાં રક્તદાન શિબિરનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના કર્મઠ અને પાયાના પથ્થર એવા ડો.આર.સી.કોટેચાનું ગત તા.13ના રોજ દુખદ અવસાન થયું છે. તેઓએ લોકોની તબિબ સેવામાં પોતાની જાત ઘસી નાખી હતી અને સમાજને પુરી રીતે સમર્પિત હતા. એમના ગયા પછી પણ કોઈ શ્રેષ્ઠ લોકઉપયોગી કાર્ય થાય તેવો વિચાર કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યો અને જેના ભાગરૂપે સ્વ.ડો.આર.સી.કોટેચાને સાચી શ્રદ્ધાંજલિ આપવા ઇન્ડિયન મેડિકલ એસોસીએશન મોરબી, સંસ્કાર બ્લડ બેંક મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબીના જી.આઈ.ડી.સી શનાળા રોડ મોરબી આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે  તા. 28 ના રોજ સવારે 7:30 થી બપોરે 12 કલાકે રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં યુવાનોએ રક્તદાન કરવા ઇન્ડિયન મેડીકલ એસોસિયેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,596,696

TRENDING NOW