Monday, March 9, 2026

મોરબી: ટીંબડી પાટિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં યુવક ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ટીંબડી પાટિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં યુવક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના ટીંબડી પાટિયા નજીક હરી કોમ્પલેક્ષની સામે રોડ ઉપર ટ્રક પાછળ આઇ ટેન કાર ઘુસી જતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે યુવાને ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળીયા મી તાલુકાના વાધરવા ગામે રહેતા ચંદ્રપાલસિંહ મહાવીરસિંહ જાડેજા (ઉ.વ.૨૮) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-જી.જે.-36-ટી-9564 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૧-૨૦૨૩ ના રોજ નવેક વાગ્યાના આસપાસ હાઇવા ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર-GJ-36-T-9564 ના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન રસ્તા પર વાહન પુર ઝડપે અને બેદરકારી ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી ટ્રક ડમ્પરના ચાલકે અચાનક સાઇડ સીગ્નલ માર્યા વગર ખાલી સાઇડમાં પુરપાટ ઝડપે હાઇવા ટ્રક ડમ્પર લઇ અચાનક બ્રેક મારતા હાઇવા ટ્રક ડમ્પર એકદમ રોડ ઉપર ઉભુ રહી ગયેલ હાઇવા ટ્રક ડમ્પરની પાછળ ફરીયાદીની આઇ-૧૦ ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર GJ-18-BJ-2982 વાળી અથડાયેલ ફરીયાદીને માથાના પાછળના ભાગે મુંઢ ઇજા પહોંચાડી હાઇવા ટ્રક ડમ્પર રોડ ઉપર રેઢુ મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ચંદ્રપાલસિંહે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭, એમવી એક્ટ કલમ -૧૭૭ ૧૮૪, ૧૩૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW