મોરબી: જોધપર (નદી) ખાતે તા. 29 અને 30 ઓક્ટોબરે રાજપરા પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન યોજાશે
મોરબી: જોધપર (નદી) મોરબી મુકામે રાજપરા પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમ તા. ૨૯ અને ૩૦ ઓક્ટોબર બે દિવસ યોજાશે. જેમાં રાજપરા પરિવારના તેજસ્વી તારલા, બોદ્ધિક પ્રતિભા તથા વડિલોનું સન્માન કરવામાં આવશે.
જેમ કે તા. ૨૯ ઓક્ટોબરને શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે આ સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ સૌ સાથે મળીને વાળુ કરશે. ત્યારબાદ જોધપુરની રાસ મંડળી રાસની રમઝટ બોલાવશે. તથા પરિવારની બાળાઓ,દીકરીઓ,બહેનો, ભાઈઓ પણ સંગીતના તાલે રાસની રમઝટ બોલાવશે. જેમાં બહેનાનો જુથ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
જયારે બીજા દિવસે તા.૩૦ ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે પ્રાર્થના અને સ્વાગત થશે. ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. તેમજ પરિવારના મહાનુભાવો આર્શીવચન પાઠવશે. પછી પરિવારના બોદ્ધિકોનું સન્માન થશે. પરિવારના ભાઈઓ/બહેનો પ્રાસંગિક ઉદબોધન કરશે. ત્યારબાદ વડિલ વંદના અને તેઓનું સન્માન કરવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમમાં રાજપરા પરિવારને સાનુકુળ ભવિષ્યની કામગીરી અંગે મહત્વના નિર્ણયો પર ચર્ચા થશે અને બપોરે સૌ કોઈ સમૂહ ભોજન લઈને છૂટા પડશે. આ કાર્યક્રમમાં પધારવા રાજપરા પરિવારના વડિલો, બાળકો, ભાઈઓ, બહેનો, તથા રાજપરા પરિવારની સાસરે ગયેલી દીકરીઓ તથા ભાણેજડાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.