મોરબી જેલ ચોક નજીક રહેણાક મકાનમાં ૧૯ બોટલ સાથે એક ઝડપાયો.
મોરબી જેલ ચોક પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જેલ ચોક પાસે રહેણાંક મકાનમાં રહેતા આરોપી (૧) સુમીત ઉર્ફે સમીર ગોવીદભાઈ ચૌહાણ રહે મોરબી જેલ ચોક પાસે હરીજન વાસના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ (૧) મેક્ડોલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીઝનલ ની ૭૫૦ એમ.એલ ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ.૮ કુલ કિ રૂ,૩૦૦૦/-તથા નં.(૨) ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર વોડકા ની ૭૫૦ એમ.એલ ની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૮ કુલ કિ રૂ,૨૪૦૦/-તથા નં.(૩) મુનવોલ્ક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ ની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૩, કુલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯ કિં રૂ. ૬૪૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પડ્યો છે.જ્યારે અન્ય એક શખ્સ ધીરેન દિનેશભાઈ ચાવડા રહે.વજેપર શેરી નં.૧૧ મોરબી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે