મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે
તા. 30 ના રોજ ધી વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ ખાતે, તા.4 ના રોજ હળવદની રાજોધરજી હાઇસ્કુલ, વાંકાનેરની મહોમદી લોકશાળા-ચંદ્રપુર, ટંકારાની એસ.પી.દોશી વિદ્યાલય અને માળિયાની કે.પી. હોથી હાઇસ્કુલ-સરવડ ખાતે પણ સવારે 10 વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં તજજ્ઞનું માર્ગદર્શન આપશે ત્યાર બાદ વિદ્યાર્થીઓને મુંઝવતાપ્રસ્નોનું સેશન પણ રાખવામા આવ્યું છે.