મોરબી જીલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે મોરબીનાં લોકોને ત્વરિત મેડીકલ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી સાંસદ મોહન કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રાજકોટ જિલ્લા આયોજન અધિકારીને પત્ર મોકલી જણાવ્યું છે કે, તેઓની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લાને 3 તથા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે 3 એમ્બ્યુલન્સ તેમજ રાજકોટ શહેરી વિસ્તાર માટે 3 એમ્બ્યુલન્સ મળી કુલ 9 એમ્બ્યુલન્સ ફાળવવા ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.