મોરબી: સરકારના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ,દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશીનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ વગેરે ખેડુતો માટે ઉપલબ્ધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ થી તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધી તેમજ પ્રોજેક્ટ બેઝ તેમજ બહુવર્ષાયુ ફળઝાડના ઘટકો માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે.
બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭ – તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજૂ કરવા નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવવામાં આવે છે.





