મોરબી જિલ્લા સરકારી માધ્ય. અને ઉ.માધ્ય.શિક્ષક સંઘ દ્વારા મીણબતિ પ્રગટાવી જુના પ્રશ્નો ની રજૂઆત કરાઇ
આજ રોજ તા: 16-09-2023 ના રોજ સાંજે 5 વાગે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલ મોરબી જિલ્લા માધ્ય.અને ઉ.માધ્ય. સરકારી શિક્ષક સંઘ તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો જેમા જીલ્લા માધ્ય.અને ઉ.માધ્ય.શિક્ષક સંઘના પ્રમુખ મેહુલ એચ.દેથરિયા,મહામંત્રી દર્શન ઓ.પટેલ રાજય સંઘના અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ , તાલુકાના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં આવેલ શિક્ષક ભાઈઓ તથા બહેનો દ્વારા જિલ્લાના અલગ અલગ સ્થળોએ જેમા મોરબી કલેકટર કચેરી,હળવદ મામલતદાર કચેરી, વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ મીણબત્તી પ્રગટાવી કર્મચારીના OPS તેમજ અન્ય જુના પ્રશ્નો સરકાર સુધી પહોચાડ્યા..







