મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટમાં સમરસ પંચાયતમાં વધુ એક ગામનો વધારો
મોરબીમાં સેવાભાવી યુવાન અજય લોરીયા દ્વારા તેમની જિલ્લા પંચાયતની સીટ માં જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને એક લાખ ની સહાય કરવામાં આવશે આથી તે પંચાયત સીટ હેઠળ આવતી 23 જિલ્લા પંચાયતમાંથી ગઈ કાલ સુધી 13 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે અજય લોરીયા અથાક પ્રયત્નોથી અણિયારી ગ્રામ પંચાયત પણ સમરસ થાય છે એમ કુલ મળીને 23 માંથી 14 ગ્રામપંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી છે
જેમાં વાઘપર, પીલુડી, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરિપર (કેરાળા), રવાપર (નદી), જુના સાદુળકા, ભરતનગર, અણિયારી,શક્તિનગર સહિતના ગામો સમરસ થયા હોવાનું અજયભાઇ લોરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.