મોરબી જીલ્લા કોળી સમાજ દ્વારા જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગ, જીલ્લા પંચાયતની બાજુમાં, મોરબી ખાતે આગામી તા.22/10/21ને શુક્રવારના રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, પુર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતનાઉપસ્થિત રહેશે. આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને આયોજક જગદીશભાઈ બાંભણીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.