મોરબી જિલ્લા ક્રોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ રાજુભાઇ આહિરના પ્રમુખસ્થાને ઓબીસી ક્રોંગ્રેસની મિટિંગ મળી હતી. જેમા મોરબી જિલ્લાના વિવિધ પદ માટે લોકોને નિમણુક આપવામાં આવી હતી.
જેમાં ક્રોંગ્રેસ જીલ્લા ઓબીસી મહામંત્રી તરીકે મનસુખભાઇ તરશીભાઇ વાઘેલા, માળિયા તાલુકા ઓબીસી પ્રમુખ તરીકે મહેશભાઈ નાનજીભાઈ, મોરબી શહેર પ્રમુખ લખુભા ગઢવી તથા જિલ્લા મહામંત્રી તરીકે મનસુખ લાગણોજાની નિમણુંક કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ સાથે મળી સંયુક્ત રીતે એકતા સાથે કામ ક્રોંગ્રેસને મજબૂર બનાવવાની નેમ લીધી હતી. અને પોતાની જવાબદારીમાં નિભાવશે તેમ જણાવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ મંત્રી કે.ડી.બાવરવા ઉપસ્થિત રહ્યા હતા.