Tuesday, August 11, 2026

મોરબી જિલ્લા એસ.પી. દ્વારા નવા કાયદા અંતર્ગત ટ્રક ડ્રાઇવરો અને માલિકો સાથે મિટિંગ નું આયોજન..

Advertisement
Advertisement
Advertisement

હાલ માં સમગ્ર દેશમાં નવા કાયદા મા કરવામાં આવેલ સુધારા અંગે ટ્રક ડ્રાઇવરો મા ફેલાયેલ અફવાઓ ના આધારે ટ્રક ડ્રાઇવરો દ્વારા જુદી જુદી જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરી ચક્કાજામ કરવામાં આવે છે.

જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી એ ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી જિલ્લા Transpost એસોસિએશન, ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

મિટિંગમાં આવેલ તમામ ને ટ્રાફિક PI લગારિયા સાહેબ તેમજ મોરબી તાલુકા PI વાળા સાહેબ દ્વારા નવા કાયદા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કોઈ અફવામાં આવી કે કોઈના ઉશ્કેરવા થી ખોટી રીતે કોઈ કાયદા વિરુદ્ધ નું કૃત્ય ન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

સદરહુ મીટીંગ મા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ટ્રક માલિકો તેમજ ટ્રક ડ્રાઇવરો હાજર રહેલ.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW