મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકા ના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત લીધી
આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકા ખાતે કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને અભીનંદન પાઠવ્યા હતા જેમાં મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા,મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી જિલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, જીલ્લા યુવા ઉપપ્રમુખ જૈનીથભાઈ ચડાસણીયા હાજર રહ્યા હતા. સાથે સાથે કમીશ્નર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોરબી નગરપાલિકા દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અને નગરપાલિકા ના હિસાબ પ્રજા સમક્ષ રજુ કરવામાં આવે અને મોરબી નગરપાલિકા ને જનતા દ્વારા RTI કરવામાં આવતી હોય છતાં તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી જે હવે મોરબી મહાનગરપાલિકા બની ત્યારે જનતા ને યોગ્ય રીતે જવાબ મળે અને જે સુવિધાઓ થી લોકો વંચિત રહ્યા છે તે તમામ સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે એવી રજૂઆત કમીશ્નર સાહેબ ને કરવામાં આવી હતી..