મોરબી જિલ્લા 112 અભયમ ટીમ તેમજ મોરબી મહિલા સીટી સાથે મોરબી મહિલા પોલીસની ટીમે વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ઉજવણી કરી.






રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર મોરબી 112 અભયમ ટીમ તેમજ મોરબી મહિલા સીટી સાથે મોરબી મહિલા પોલીસની ટીમ દ્વારા લાલપર નજીક આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે વૃદ્ધાશ્રમમાં પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે 112 અભયમ ટીમ તેમજ મોરબી મહિલા સીટી અને મોરબી મહિલા પોલીસની ટીમે રાખડીઓ બાંધી આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી ત્યારે વૃદ્ધાશ્રમ પરિવારનો એક ભાગ બની ઉત્સાહભેર રક્ષાબંધનની ઉજવણી કરી હતી.


















