મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પત્નિ ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જયંતિભાઈ ધીરજલાલ વેદ સ્વ. હર્ષાબેન જયંતિભાઈ વેદ ની પૂણ્યતિથી નિમિતે તેમના પતિ શ્રી જયંતિભાઈ ધીરજલાલ વેદ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.


લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.