મોરબી અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા તથા ચારણ સમાજ મોરબીના સંયુક્ત ઉપક્રમે તાઉતે વાવાઝોડામાં અશરગ્રસ્ત થયેલા ગિર વિસ્તારના ચારણબંધુઓને આથિૅક સહાય પહોંચાડવા માટે ABCGMY મોરબી તથા ચારણ સમાજ મોરબીએ કટીબધ્ધતા દાખવી “ચારણ એક ધારણ “ના સુત્રને સાર્થક કયુૅ છે. રૂ. 50600 જેટલી રકમ અસરગ્રસ્ત ચારણબંધુઓ માટે એકત્રિત કરી અને ગિર વિસ્તારના અસરગ્રસ્ત ચારણ પરીવારોને યથાયોગ્ય મદદ કરવા માટે ટીમ રવાના થશે.
તાજેતરમાં તાઉતે વાવાઝોડામાં ઉના, ગીર-સોમનાથ, તથા અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી હતી. ત્યારે વાવાઝોડામાં ગીરમાં વસતા ચારણ પરિવારની મદદ કરી ચારણત્વને સિધ્ધ કરવા મોરબી અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા તથા મોરબી ચારણ સમાજે પ્રયત્ન કર્યો છે. આ કાર્યને સફળ કરવા ABCGMY મોરબી પ્રમુખ ડૉ.કિશોરદાન ગઢવી, મોરબી ચારણ સમાજ પ્રમુખ ભરતદાન નાંધુ, ચારણ અગ્રણી પ્રફુલદાન બારહટ, ABCGMY મોરબી તાલુકા પ્રમુખ દિનેશભા ગુઢડા, પ્રભાતદાન બારહટ (ex.GAS) ,ABCGMY ના પ્રવક્તા સંજયભા ગઢવી વિગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.
