Saturday, May 3, 2025

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામમાં ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

ભુસ્તરશાત્રી-મોરબી ખાણ-ખનીજ વિભાગના અધિકારીશ્રી જે એસ વાઢેરની સુચનાથી અને એમના માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલટી ઇન્સ્પેક્ટર શ્રી રવિ કણસાગરા અને માઇન્સ સુપરવાઇઝર શ્રી મિતેષ ગોજીયા દ્વારા હળવદ તાલુકાના મોજે. ટીકર ગામમાં ખનીજચોરી બાબતે અત્રે મળતી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદો અન્વયે તા-06-08-24 ના રોજ રાત્રીનાં સમયે આકસ્મિત રેડની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે રેડ દરમ્યાન ચાર એક્સકેવેટર મશીનો અનુક્રમે (1) HYUNDAI કંપની નાં એસ્કેવેટર મશીન સિરિયલ નંબર HNDQ401AE0002588 જેના ઓપરેટર જીલાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે. મિયાણી તા હળવદ જી મોરબી અને માલિક ગાંડાભાઈ રેવાભાઈ ઝાપડા રે. નાના કેરાળા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર (2) HYUNDAI મશીન સિરિયલ નં HYNDQ402JE0000947 જેના ઓપરેટર અને માલિક સબીરભાઈ અકબરભાઈ સંઘી રે. ટીકર તા. હળવદ જી. મોરબી (3) HYUNDAI મશીન સિરિયલ નં HYNDQ402AE0001333 જેના ઓપરેટર મનીષકુમાર હરદેવરાય યાદવ રે. સિરસિયા જી. મોતીધરી રા. બિહાર અને માલિક વશરામભાઇ છગનભાઈ ખોખાણી રે. નાના કેરાળા તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર (4) HYUNDAI મશીન સિરિયલ નં Q402D00508 જેના ઓપરેટર પપ્પુ હરિરામ યાદવ રહે. ગીરોના તા થાના જી દરબંગા રા બિહાર અને માલિક સોલંકી નિર્મળસિંહ રણજીતસિંહ રે નાના કેરાળા તા વઢવાણ જી સુરેન્દ્રનગર અને આ ચાર મશીનો દ્વારા ગેરકાયદેસર ખનન કરેલ સાદીરેતી વહન કરવા હેતુ સ્થળેથી 02 ડમ્પર અનુક્રમે (1) GJ32T3077 ચાલાક મુકાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે મિયાણી તા હળવદ માલિક રૈયાભાઈ કાળુભાઇ ઝાપડા રે નાના કેરાળા તા વઢવાણ (2) ડમ્પર નં GJ13AW9079 ચાલાક હરિસિંગ રાવત અને માલિક રણજીતસિંહ મધુભા સોલંકી રે નાના કેરાળા તા વઢવાણ. ઉક્ત 04 હ્યુન્ડાઇ કમ્પનીનાં મશીનો અને 02 ડમ્પરોને ગેરકાયદેસર સાદિરેતી ખનીજનાં ખોદકામ કરી વહન કરવા બદલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકવામાં આવેલ તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW