Wednesday, March 11, 2026

મોરબી:- ક્યુટોન સીરામીક ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, 25 અલગ અલગ જગ્યા પર રેઈડ

Advertisement
Advertisement
Advertisement

મોરબી:- ક્યુટોન સીરામીક ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, 25 અલગ અલગ જગ્યા પર રેઈડ

આજ વહેલી સવારના સમયે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મોરબીના ક્યુટોન સિરામિક ના અલગ અલગ પાંચ યુનિટ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે મોરબીના ઢુંવા રોડ પર તેમજ વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ક્યુંટોનના યુનીટ પર રેઇડ કરવામાં આવી છે.

મોરબીના ક્યુટોન સીરામીક માં આજ સવાર થી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં ક્યુટોન સીરામીકના પાંચ યુનિટ તેમજ તેમના માલિકના રહેણાક મકાન ઉપરાંત અમદાવાદ પ્રહલાદ નગર ખાતે આવેલ ક્યુટોન સીરામીક ની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તદુપરાંત ક્યુટોન સીરામીકના અન્ય ભાગીદારો ના ઘર પર પણ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અંદાજિત 25 થી વધુ સ્થળ પર ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે

Related Articles

Total Website visit

1,595,379

TRENDING NOW