Sunday, March 15, 2026

મોરબી :- કાલિકા પ્લોટ વિસ્તારમાં જુગાર રમતી ટુકડી ઝડપાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- કાલિકા પ્લોટ વિસ્તારમાં જુગાર રમતી ટુકડી ઝડપાઇ.

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા કાલિકા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ટુકડીને પકડી પાડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા સતવારા બોર્ડિંગની પાછળ કાલિકા પ્લોટ ૪ વિસ્તારમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ૭ જેટલા ઇસમો મળી આવ્યા હતા. ત્યારે તેમની પૂછપરછ કરતાં તેઓ
(૧) કમલેશભાઈ પ્રભુભાઈ અગેચાણીયા
(૨) અબ્દુલભાઈ કાદરભાઈ સમા
(૩) અકબરભાઈ જમાલભાઈ સમા
(૪) અશરફભાઈ ઉસ્માનભાઈ શેખ
(૫) કાસમભાઈ હસનભાઈ સોલંકી
(૬) ઈમરાનભાઈ મહમદભાઈ કુરૈશી
(૭) કાસમભાઈ હુશૈનભાઈ શેખ/સીપાઈ. હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસે થી રોકડ ૧૦, ૧૦૦/- કબ્જે કરવામાં આવી છે. પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,471

TRENDING NOW