Saturday, March 14, 2026

મોરબી: કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા,એકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજપર આનંદ પાર્ટી પ્લોટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોતુ. આ અંગે મરણજનારનાં પીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રાજપર નવા પ્લોટમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ પરસોડાએ કોઈ અજાણ્યા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૭-૨૦૨૧ના રોજ અગ્યાર વાગ્યા પહેલાંના કોઈપણ સમયે આરોપી પોતાની સ્વીફ્ટ કાર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીનાં દિકરા વિજયભાઈનાં મોટરસાયકલ રજી. નં-GJ-10-CA-7630 સાથે ભટકાડી ફરીયાદીના દિકરાનેં રોડ ઉપર ફંગોળી દેઈ ફરીયાદીનો દીકરો મોટરસાયકલ સાથે રોડ ઉપર પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,046

TRENDING NOW